અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો શ્રમિકો માટે E Shram Card Yojana એક મહત્વપૂર્ણ સહારો બની રહી છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ કામદારોને ઓળખ, સુરક્ષા અને સરકારી યોજનાઓના લાભ સરળતાથી મળે તે માટે e-Shram પોર્ટલ પર નોંધણી કરાવવામાં આવે છે.
ઇ-શ્રમ કાર્ડ અસંગઠિત કામદારો માટે એક પ્રકારનું ઓળખપત્ર છે, જેમાં કામદારનું નામ, વ્યવસાય, સરનામું, કુશળતા, શૈક્ષણિક લાયકાત અને પરિવારની વિગતો સમાવિષ્ટ હોય છે. આ કાર્ડ UAN નંબર સાથે જોડાયેલું હોય છે, જેથી દેશભરમાં કોઈ પણ રાજ્યમાં કામદાર સરકારી લાભ મેળવી શકે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
આ યોજના દ્વારા અસંગઠિત ક્ષેત્રના મજૂરો, બાંધકામ કામદારો, ગિગ વર્કર્સ, માઇગ્રન્ટ વર્કર્સ સહિત તમામ શ્રમિકોનું કેન્દ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. આ ડેટાના આધારે તેમને વીમા, પેન્શન, આરોગ્ય યોજના અને અન્ય સરકારી લાભો પહોંચાડવામાં આવે છે.
જરૂરી દસ્તાવેજો
ઇ-શ્રમ કાર્ડ માટે આધાર કાર્ડ (મોબાઇલ નંબર સાથે લિંક), બેંક એકાઉન્ટ વિગતો, ફોટો અને સરનામાની માહિતી જરૂરી હોય છે. જો પહેલેથી UAN નંબર હોય તો તે પણ આપવો પડે છે.
પાત્રતા માપદંડ
અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત હોવો જોઈએ. ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે.
માત્ર 2 સ્ટેપમાં ઓનલાઈન અરજી
- અધિકૃત વેબસાઇટ eshram.gov.in પર જઈ “Register on e-Shram” પર ક્લિક કરો.
- આધાર-લિંક્ડ મોબાઇલ નંબરથી OTP વેરિફિકેશન કર્યા બાદ તમારી વ્યક્તિગત અને બેંક વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો.
- નોંધણી પૂર્ણ થયા બાદ તમારું UAN નંબર જનરેટ થશે અને તમે તરત જ ઇ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.